જૂન 2023 થી ઘટાડેલા અભ્યાસક્રમ ધોરણ 7 વિજ્ઞાન

 જૂન 2023 થી ઘટાડેલા અભ્યાસક્રમ ધોરણ 7 વિજ્ઞાન


જુન 2023 થી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ ના આધારે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં રદ થયેલા પ્રકરણો અથવા મુદ્દાઓ ની માહિતી.

એનસીઆરટી દ્વારા અમલી થયેલા ધોરણ 7 વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં જુન 2023 થી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કેટલાક પ્રકરણો સંપૂર્ણપણે રદ કરી સુધારેલ અભ્યાસક્રમ જુન 2023 થી અભ્યાસક્રમ તરીકે અમલી બનશે. વિદ્યાર્થીઓએ આ મુદ્દાઓને જુના અભ્યાસક્રમમાંથી રદ કરીને બાકી રહેલા પ્રકરણો જુન 2023 થી અભ્યાસક્રમ તરીકે સ્વીકારવાના રહેશે શાળાએ અને શાળાના શિક્ષકો દ્વારા આ મુદ્દાઓ રદ કર્યા બાદ બાકી વધેલા પ્રકરણો અભ્યાસક્રમ તરીકે અમલી બનાવવાના રહેશે. જે વિદ્યાર્થીઓ પાસે જુના પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકો માંથી નીચે દર્શાવવામાં આવેલા મુદ્દાઓ કે પ્રકરણો રદ કરી જુના પાઠ્યપુસ્તકનો  જુન 2023 થી શરૂ થતા નવા સત્ર માટે ઉપયોગ કરી શકાશે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મુદ્દાઓ કે પ્રકરણો રદ કરી તૈયાર થયેલ નવા પાઠ્યપુસ્તકો પણ બજારમાં પ્રાપ્ત થશે. પરંતુ જુના પાઠ્યપુસ્તકોમાં પણ સુધારો કરીને એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકશે.

જુન 2023 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં જુના પાઠ્યપુસ્તકો માંથી રદ થયેલા પ્રકરણો નીચે મુજબ છે.


પ્રકરણ ૩: રેસાથી કાપડ સુધી


પ્રકરણ 7: હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન


પ્રકરણ 8: પવન, વાવાઝોડું અને ચક્રવાત


પ્રકરણ 9: ભૂમિ


પ્રકરણ 16: પાણી: એક અમૂલ્ય સ્રોત

ધોરણ 7 વિષય વિજ્ઞાન માં થયેલા સુધારા માટે અહીં ક્લિક કરો.

વીડિયો દ્વારા માહિતી સમજવા માટે અહીં ક્લિક કરો.

PDF file માટે અહીં ક્લિક કરો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી