BASIC MATHS
અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી
બેઝિક ગણિતમાં આજે આપણે શીખીશું કે અપૂર્ણાંકોના સરવાળા અને અપૂર્ણાંકોની બાદબાકી લ.સા.અ શોધ્યા વગર કઈ રીતે કરી શકાય .
👉 જો અપૂર્ણાંકો સમછેદી (છેદ સરખા) હોય, તો તેમનો સરવાળો કરવો હોય તો માત્ર અંશ નો સરવાળો કરવો અને છેદ જેમના તેમ રહેવા દો.
દા.ત. 7/10 + 15/10
અહીં બંને અપૂર્ણાંકના છેદ 10 છે. જે સરખા છે તેથી માત્ર અંશનો એટલે કે 7 અને 15 નો સરવાળો કરતાં અંશમાં 22 મળે છે.અને છેદ 10 જેમના તેમ જ રહેશે.
= 7+15/10
= 22/10
આજ રીતે બાદબાકી કરવી હોય તો તે પણ થઈ શકે એટલે કે અંશની અંશમાં બાદબાકી અને છેદ તેમના તેમ જ રહેશે.
દા. ત.
16/20 - 7/20
= 16-7/20
= 9/20
જો અપૂર્ણાંકો વિષમછેદી હોય એટલે કે છેદ સરખા ન હોય તો સામાન્ય રીતે છેદ સરખા કરવા લ.સા.અ શોધવો પડે. તેના બદલે આજે આપણે શીખીશું કે ખૂબ જ સરળતાથી અને ઝડપથી આ સરવાળો કઈ રીતે કરી શકાય અથવા બાદબાકી કઈ રીતે કરી શકાય .જો છેદ સરખા કર્યા વગર એટલે કે લ.સા.અ લીધા વગર અપૂર્ણાંકોના સરવાળા કરવા હોય તો ચોકડી ગુણાકાર કરીને સરવાળો ખૂબ સહેલાઈથી કરી શકાય જેમાં પહેલા અપૂર્ણાંકના અંશને બીજા અપૂર્ણાંકના છેદ સાથે ગુણાકાર કરવો અને બીજા અપૂર્ણાંકના અંશને પહેલા અપૂર્ણાંકના છેદ સાથે ગુણાકાર કરવો અને એ બંને જવાબનો અંશમાં સરવાળો કરવો અને છેદમાં બંને અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરવો. આ રીતે આપણે છેદ સરખા કર્યા વગર એટલે કે લ.સા.અ શોધ્યા વગર સરવાળો અને બાદબાકી ખૂબ સહેલાઈથી કરી શકીએ.
દા. ત.
7/10 + 2/7
= (7×7) + (2×10) / 10×7
= 49 + 20 / 70
= 69/70
આજ રીતે બાદબાકી કરવી હોય તો તે પણ થઈ શકે.
દા. ત.
11/15 + 2/7
= (11×7) - (2×15) / 15×7
= 77 - 30 / 105
= 47/105
Video દ્વારા જાણકારી મેળવવા અહીં Click કરો.
નીચે પ્રેક્ટિસ માટે કેટલાક દાખલા આપ્યા છે તેના જવાબો શોધવાનો જાતે પ્રયત્ન કરો અને તેના સાચા જવાબો મને (Comments) કોમેન્ટમાં લખીને મોકલો.
1) 18/7 + 11/3
2) 9/20 - 3/10
3) 27/5 + 2/7
4) 12/5 - 7/20
0 ટિપ્પણીઓ