જુન 2023 થી ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ 6 ગણિત

 જુન 2023 થી ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ 6 ગણિત



નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,વાલી મિત્રો અને શિક્ષક મિત્રો,

NCERT દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધોરણ 6 થી 12 માં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. 6 થી 12 ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ચાલુ વર્ષે જૂન-23 થી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષમાં ધો. 6 થી 12 ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો મુદ્રિત કરેલા છે તે બજારમાં ઉપલબ્ધ થશે. હાલ બજારમાં, શાળાઓમાં તથા વાલી કે વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકો પણ ઉપલબ્ધ છે.

ધો. 6 થી 10 ના ગણિત અને વિજ્ઞાન વિષય તેમજ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં સામેલ પત્રકમાં દર્શાવેલ વિગત મુજબના પ્રકરણના અમુક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણને દૂર કરવામાં આવેલા છે. જેથી ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા, શિક્ષક કે વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને પણ ઉપયોગ કરી શકાશે. શિક્ષક દ્વારા ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓની નોંધ વિદ્યાર્થીના પુસ્તકમાં કરાવવાની તકેદારી રાખવાની રહેશે.

આમ, ધો. 6 થી 10 ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધો.11 અને 12 વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના ઘટાડેલ પાઠ્યક્રમ સાથેના ચાલુ વર્ષે મુદ્રિત થયેલા નવા પાઠ્યપુસ્તક અનુસાર શાળાઓમાં ભણાવવામાં આવે અને જો ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા/શિક્ષક કે વિદ્યાર્થી પાસે હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે તેવી કાળજી રાખવાની રહેશે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જાહેર થયેલ પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 6 વિષય ગણિતમાં થયેલા સુધારા PDF માટે અહીં ક્લિક કરો.

વિડીયો દ્વારા સંપૂર્ણ સમજૂતી માટે અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી