REPRODUCTION IN PLANTS
વનસ્પતિમાં પ્રજનન (ધોરણ 7 પાઠ.12 ) VIDEO જોવા CLICK કરો
IMPORTANT POINTS
* બધા જ સજીવો તેમના જેવા જ સજીવો ઉત્પન્ન કરે છે.
* વનસ્પતિમાં લિંગી પ્રજનન અને અલિંગી બે પ્રકારના પ્રજનન જોવા મળે છે.
* લિંગી પ્રજનન નર અને માદા પુંજન્યુઓના ફલનની પ્રક્રિયાને સમાવિષ્ટ છે.
* વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગો જેવા કે મૂળ,પ્રકાંડ અને પર્ણ જેવા
જુદા જુદા ભાગોમાંથી નવો છોડ ઉદભવે છે.
* વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે.
* પુષ્પ એ એકલિંગી હોઈ શકે છે જેમા નર પ્રજનન ભાગ અથવા તો માદા પ્રજનન ભાગ હોઈ શકે છે.
* દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગ હોય છે.
* પુજન્યુઓ પરાગરજમાં જોવા મળે છે જ્યારે માદા જન્યુઓ અંડકમાં જોવા મળે છે.
* પરાગનયનની પ્રક્રિયા એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું એજ પુષ્પ અથવા
અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા છે.
* પરાગનયન બે પ્રકારનું જોવા મળે છે. સ્વપરાગનયન અને પરપરાગનયન.
સ્વપરાગાનયનમાં પરાગરજ એક જ પુષ્પનાં પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપિત થાય છે. પરપરાગનયનમાં,પરાગરજ એક પુષ્પના પરાગાશયમાંથી બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે.
* પરાગનયનની પ્રક્રિયા પવન,પાણી અને કીટકો દ્વારા થાય છે.
* નરજન્યું અને માદા જન્ચુના સંયુગ્મનની પ્રક્રિયાને ફલન કહે છે.
* ફલન પામેલ અંડકોષને ફલિતાંડ કહે છે. ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે છે.
* પરિપક્વ અંડાશય એ ફળમાં પરિણમે છે જ્યારે અંડક એ બીજમાં ફેરવાય છે જેમાં વિકસતો
ગર્ભ / ભ્રૂણ આવેલો છે.
* બીજના ફેલાવાની પ્રક્રિયા પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે.
* બીજના ફેલાવો વનસ્પતિને આ રીતે ઉપયોગી છે :
(i) વધુ ગીચતા અટકાવે છે.
(ii) પ્રકાશ, પાણી અને ક્ષારોની સ્પર્ધા અટકાવે છે.
(iii) નવી વસવાટોનું નિર્માણ કરે છે.
* ભીંડા જેવા છોડમાંથી સૂકા ફળના બીજનો ફેલાવો દૂર દૂર સુધી થાય છે.
ધોરણ 7 વિજ્ઞાન પાઠ.12 સ્વાધ્યાયનાં પ્રશ્નોત્તર CLICK HERE TO DOWNLOAD ⇦
0 ટિપ્પણીઓ