BASIC MATHS (SANKHYA PARICHAY) સંખ્યા પરિચય

 BASIC MATHS (SANKHYA PARICHAY) સંખ્યા પરિચય

In order to make the students understand the basics of mathematics and make the subject of mathematics easier, I have tried to put brief details of mathematics subject which will be useful to you.

        વિદ્યાર્થીઓને ગણિતની પાયાની સમજ મળે અને ગણિત વિષય સરળ બને તે માટે અહીં ગણિત વિષયની ટૂંકી વિગતો મૂકવાનો પ્રયત્ન કર્યો છે જે આપને ઉપયોગી બનશે.

*સંખ્યાજ્ઞાન*

#  1,2,3,... વગેરે સંખ્યાઓ છે.

#  પહેલો, બીજો, ત્રીજો, ચોથો ... વગેરે ક્રમ સૂચક સંખ્યાઓ છે.

#  1,3,5,7,... એકી સંખ્યા અથવા અયુગ્મસંખ્યાઓ છે. 

#  2,4,6,8,... બેકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યાઓ છે.


*પ્રાકૃતિક સંખ્યા*

1,2,3,4,... એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, 

   જેને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહે છે.

#  પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે.

#  સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1(એક) છે.

#  સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે.

 #  પ્રાકૃતિક સંખ્યા ગણ N વડે દર્શાવાય          છે.

*પૂર્ણ સંખ્યા*

#  0,1,2,3,4,... એ પૂર્ણ સંખ્યાઓ છે.  

 #   સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 

#  સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે.

#  પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે.

#  પૂર્ણ સંખ્યા ગણ W વડે દર્શાવાય છે. 

#   0 + પ્રાકૃતિક સંખ્યા = પૂર્ણ સંખ્યા


*પૂર્ણાંક સંખ્યા*

# ઋણ અને ધન સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે.  

# પૂર્ણાંક સંખ્યા ગણ Z વડે દર્શાવાય છે.

0 એ ધન કે ઋણ પૂર્ણાંક નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Maths Facts - ગણિત વિશે રસપ્રદ અને મજેદાર તથ્યો